વલ્લભભાઈ પટેલ – સવાયા સરદાર

Authors

DOI:

https://doi.org/10.47413/4dd0c311

Abstract

‘સરદાર વલ્લભભાઈ પટેલ’ નામની સાથે જ એક વિશાળ, વૈશ્વિક વ્યક્તિત્વ જોડાયેલું છે. ભારતની આઝાદી, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર જાહેર જીવનમાં જેટલા સ્પષ્ટ અને ચોક્કસ રહ્યા છે તેટલા તેમના કૌટુંબિક જીવનમાં નથી રહ્યા એવું ચોક્કસ કહી શકાય અને એનું મૂળ શોધીએ તો જણાય છે કે સરદારે પ્રથમ સ્થાને દેશને અને બીજા સ્થાને કુટુંબને રાખ્યું હતું. ભારતની આઝાદી બાદ સત્તા પર આવ્યા પછી તમામ કુટુંબીજનોને સરદારની સ્પષ્ટ અને કડક સૂચના હતી કે “હું સત્તા પર છું ત્યાં સુધી દિલ્હીમાં ફરકવું પણ નહીં. બને તો વિંધ્ય પાર ન કરવો.” આટલું મોટું રાજકીય પદ મેળવ્યા પછી આવી સૂચના ‘નેશનલ ફિગર’ સરદાર જ આપી શકે એમાં કોઈ બે મત નથી. સરદાર અને તેમના કાર્યોનું મૂલ્યાંકન માત્ર ‘સરદાર’ થકી થઇ શકે. એમાં અન્ય કોઈની આવશ્યકતા નથી. કારણ સરદાર પોતે જ એટલા ઉચ્ચ ગજાના છે કે અન્યના સહારાની જરૂર નથી. સન ૧૯૪૬ માં અંગ્રેજી અધિકારી વેવેલ સરદારને પહેલી વાર મળે છે અને એ અનુભવ પોતાની ડાયરીમાં નોંધતા લખે છે. કે “આજે સવારે વલ્લભભાઈ પટેલને પહેલી જ વખત મળ્યો. તેમનું વ્યક્તિત્વ બહુ આકર્ષક નથી, સ્વભાવે કડક છે પણ મને મળેલા તમામ હિન્દી રાજનેતાઓમાં તે સૌથી વધારે મરદ માણસ છે.”

References

1. સરદારશ્રીના પત્રો-૩, પુત્રી મણિબહેન અને સગાવહાલાંઓને, જન્મશતાબ્દી ગ્રંથ-૩, સંયોજક-સંપાદક- મણિબહેન વ. પટેલ, નવજીવન પ્રકાશન

2. સરદાર પટેલ – એક સમર્પિત જીવન, રાજમોહન ગાંધી, નવજીવન પ્રકાશન

3. સરદાર – સાચો માણસ, સાચી વાત, ઉર્વીશ કોઠારી, સત્ય મીડિયા, અમદાવાદ

4. સરદાર@૧૫૦ , હસિત મહેતા, ગુજરાત સમાચાર કૉલમ.

5. હિંદના સરદાર, રાવજીભાઈ પટેલ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૨૦૧૩

6. The Sardar of India Biography of Vallabhbhai Patel, P.N. Chopra, Konark publishers, 2017

7. Inside Story of Sardar Patel – The Diary of Maniben Patel: 1936-50, Editor – P.N. Chopra, Vision Books, New Delhi - 2001

8. Sardar Patel Speeches,Prasar Bharti Archives

9. https://youtu.be/Vx9nPyxLSSo?si=XW0U-H1Dr_DgqMFN

Downloads

Published

17-09-2025

Issue

Section

Articles

How to Cite

વલ્લભભાઈ પટેલ – સવાયા સરદાર. (2025). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 4(2), 143-147. https://doi.org/10.47413/4dd0c311

Most read articles by the same author(s)