અનુઆધુનિક યુગના સાહિત્યક્ષેત્રે પર્યાવરણકેન્દ્રી વિવેચના
DOI:
https://doi.org/10.47413/t02ks607Abstract
‘પર્યાવરણકેન્દ્રી વિવેચના અને તેની સાંસ્કૃતિક મીમાંસા' એક અર્થમાં આજકાલ ચર્ચાતી નવી સંજ્ઞા છે. હજી એના વિશે જુદી જુદી રીતે વિચારવિમર્શ થતો જાય છે. પર્યાવરણ વિશેની જાગૃતતા સાહિત્યના અભ્યાસીઓની પણ પોતાના કર્તવ્ય વિશેની સજગતા એ દિશામાં વધી છે. પર્યાવરણ-પ્રકૃતિ-માનવેતર સૃષ્ટિ શું છે, તેનું પરાપૂર્વથી મનુષ્ય સાથે કેવું ખેડાણ રહ્યું છે અથવા વધારે સ્પષ્ટ રીતે કહેવું હોય તો તે ઉભયની એક સમયે કેવી અભિન્નતા હતી, તેને કારણે વિશ્વ કેવું સંતુલિત હતું અને આજે એ અભિન્નતા તૂટતાં દુનિયા અને માનવ કેવાં પરેશાન થાય છે, મનુષ્ય પર કેવો ભય તોળાઈ રહ્યો છે – આ અને આવા અનેક પ્રશ્નો સાહિત્યના અભ્યાસીઓ હવે હવે કરતા થયા છે.
References
1. પર્યાવરણકેન્દ્રી વિવેચનવિચારણા, નૂતન જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૨
2. સંસ્કૃતિ-સંદર્ભ, રઘુવીર ચૌધરી, ગુજરાતી સાહિત્ય પરિષદ,૨૦૦૬
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2025 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.