સગર્ભા મહિલાઓ પર થતી સંગીતની સકારાત્મક અસરો
DOI:
https://doi.org/10.47413/vidya.v3i1.352Keywords:
વૈશ્વિક સત્વ, પ્રાકૃત, સ્વર-સંગીત, સકારાત્મક, આત્મસાત્, લયબદ્ધ સ્વરો, ગ્રહણશક્તિ, ભાવનાત્મક વિકાસ, પ્રભાવક, સતર્કતાAbstract
ઈશ્વરે આ સૃષ્ટિની રચના તેનાં પરમ ઐશ્વર્યને વધુ ને વધુ પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવા માટે કરી છે. તેનાં પ્રાગટ્ય માટે મનુષ્ય નિમિત્ત બને છે. આથી સૃષ્ટિના વિકાસ ક્રમને સુચારુરૂપે આગળ ધપાવવા માટે વધુ ને વધુ શિશુઓ સામર્થ્યવાન અને પ્રતિભાસંપન્ન બને એ વધુ જરૂરી છે. આ પ્રકારનું બાળક અવતરે તે માટે માતા-પિતા તેના જન્મ પહેલાંથી જ ઈશ્વરને પ્રાર્થે તો તેનામાં ઈશ્વરીય અંશ ઊતરી આવે છે. પવિત્ર વાતાવરણમાં ઉત્તમ સંતાનની તીવ્ર ઈચ્છા દ્વારા કરેલ સંગીતમય પ્રાર્થના શ્રેષ્ઠ ફળ આપે છે. બાળકે જે ગીત, સંગીત કે કવિતા માતાના ગર્ભમાં સાંભળી હોય તે જન્મ બાદ પણ તેને પસંદ પડે છે. બાળકને પોતાની માતા અને અન્ય વ્યક્તિના અવાજમાં રહેલી ભિન્નતા પરખાય છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા સંચાલિત તપોવન કેન્દ્રની સગર્ભા બહેનોના સંગીત પરત્વેના અભિપ્રાયોનો અભ્યાસ કરવો એ ઉદ્દેશ્યથી આ વિષયમાં સંશોધન કરવામાં આવ્યું. સંગીત ગાવા/સાંભળવાથી સગર્ભા બહેનોની નિદ્રા, આનંદની પ્રાપ્તિ, માનસિક શાંતિ, સકારાત્મક ઊર્જા, કલ્પનાશક્તિ વગેરે અભ્યાસ પ્રશ્નોનો સંશોધન માટે આધાર લેવામાં આવ્યો હતો.
પ્રાચીનકાળમાં ભારતમાં સગર્ભા નારીઓ પ્રાર્થના, મંત્રોચ્ચાર અને સ્તવનોનું શ્રવણ કરતી હતી. તેનાથી ગર્ભસ્થ શિશુનો સર્વાંગી વિકાસ યથાયોગ્ય રીતે થાય તે હેતુ અભિપ્રેત હતો. આ ઉદ્દેશ્યથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના તપોવન વિભાગની લાભાર્થી સગર્ભા મહિલાઓ પર સંગીત વર્ગો દરમ્યાન હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણની ફલશ્રુતિરૂપે સંગીતની સકારાત્મક અસરો થયેલી જોવા મળી.
આ સંશોધનપત્રનો મુખ્ય હેતુ સગર્ભા મહિલાઓ પર થતી સંગીતની અસર તપાસવાનો હતો. આ માટે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત સંશોધનમાં વ્યાપવિશ્વ અને નિદર્શ તરીકે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના તપોવન વિભાગની લાભાર્થી સગર્ભા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપકરણ તરીકે સ્વરચિત પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતીનાં પૃથક્કરણ અને અર્થઘટન માટે ટકાવારીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
References
જોશી અર્કેશ, ગર્ભસંહિતા ભાગ ૧(૨૦૧૨), પ્રભુત્વ વિકાસ ટ્રસ્ટ, વડોદરા, પૃ. ૮૭.
જોશી અર્કેશ, ગર્ભસંહિતા ભાગ ૧(૨૦૧૨), પ્રભુત્વ વિકાસ ટ્રસ્ટ, વડોદરા, પૃ. ૮૯.
તાંબે ડૉ. બાલાજી, આયુર્વેદીય ગર્ભસંસ્કાર(૨૦૧૬), બાલાજી તાંબે ફાઉન્ડેશન, કાર્લા, પૃ. ૩૩.
પટેલ ડૉ. સતીશ, બાળઉછેર બે હાથમાં(૨૦૦૯), કોમનમેન ફાઉન્ડેશન, મોરબી, પૃ.૧૩.
જોશી અર્કેશ, ગર્ભસંહિતા ભાગ ૧(૨૦૧૨), પ્રભુત્વ વિકાસ ટ્રસ્ટ, વડોદરા, પૃ. ૮૭.
જોશી અર્કેશ, ગર્ભસંહિતા ભાગ ૧(૨૦૧૨), પ્રભુત્વ વિકાસ ટ્રસ્ટ, વડોદરા, પૃ. ૮૮.
જોશી અર્કેશ, ગર્ભસંહિતા ભાગ ૧(૨૦૧૨), પ્રભુત્વ વિકાસ ટ્રસ્ટ, વડોદરા, પૃ. ૮૮.
પનારા વૈદ્ય બળદેવપ્રસાદ, આદર્શ ગર્ભસંસ્કાર અને માતૃત્વ(૨૦૨૦), ગજાનન પુસ્તકાલય, સુરત, પૃ. ૬૧-૬૨.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.