રાવબહાદુર બેચરદાસ લશ્કરી (સી.એસ.આઈ) : એક સમાજ સુધારક

Authors

  • ડૉ. સંગીતા પટેલ Ph.d Scholar, sociology department, school of social science https://orcid.org/0009-0005-0014-4041
  • સંજય સી. પટેલ

DOI:

https://doi.org/10.47413/vidya.v3i1.344

Keywords:

સમાજ,જ્ઞાતિ,કન્યા વિક્રય,દહેજ, બાંધ્યા વિવાહ, જ્ઞાતિ વરા, કૂરિવાજો

Abstract

 સમાજ સુધારણા ક્ષેત્રે ઘણા બધા સુધારકોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં પાટીદાર જ્ઞાતિમાં અને અન્ય સમાજમાં સામાજિક સુધારણા ક્ષેત્રે રાવબહાદુર બેચરદાસ લશ્કરીનું અનન્ય યોગદાન છે. પાટીદાર જ્ઞાતિમાં કન્યા વિક્રય, બાળ લગ્ન, દહેજ પ્રથા, બાંધ્યા વિવાહ, દીકરીને દૂધ પીતી કરવી, જ્ઞાતિ વરા વગેરે જેવા અનેક દુષણો જોવા મળતા હતા. સમયગાળા દરમિયાન પાટીદાર જ્ઞાતિમાંથી કૂરિવાજોને દૂર કરવા અને સમાજમાં શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમાં પણ ખાસ કરીને સ્ત્રી શિક્ષણ માટે બેચરદાસ લશ્કરીએ નિષ્ઠ પ્રયાસો કર્યા હતા. વિવિધ કૂરિવાજો સામે બેચરદાસ લશ્કરી ઝઝૂમ્યા અને તેમાં તેઓ સફળ પણ થયા. કૂરિવાજોને દૂર કરવા જ્ઞાતિમાં જાગૃતિ લાવવા મેળાવડાવો અને સભાઓ યોજી હતી અને કાયદાકીય રીતે પણ કૂરિવાજો દૂર કરવા પ્રયાસો કર્યા હતા. તેમણે કંડારેલી કેડી પર ચાલનારાઓને કૂરિવાજો સામે લડવાનું બળ અને પ્રેરણા તેઓના જીવનમાંથી મળ્યા હતા. બેચરદાસ લશ્કરીની સામાજિક પ્રવૃત્તિ માત્ર જ્ઞાતિ સુધારા પૂરતી મર્યાદિત હતી પણ અમદાવાદ અને ગુજરાતની તે સમયની અનેક સામાજિક સંસ્થાઓના વિકાસમાં તેમણે તન, મન અને ધનથી યોગદાન આપ્યું હતું.

References

પટેલ મંગુભાઈ(૨૦૦૭),રાવબહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરી સી.એસ.આઇ. અમદાવાદ,શ્રી ચંદ્રવદન દુર્ગાપ્રસાદ લશ્કરી ચેરિટેબલ ટ્રસ્ટ.

કણબી ક્ષત્રિય ઉત્પતિ અને ઇતિહાસ (૨૦૧૫)પરીખ પુરુષોત્તમ લલ્લુભાઈ,ઊંઝા,શ્રી ઉમિયા માતાજી સંસ્થાન

નાકારણી ભીમજી (૨૦૧૪) ગુજરાતના પાટીદારો: એક પરિચય, અમદાવાદ :પાટીદાર હિતવર્ધક ટ્રસ્ટ

પટેલ મંગુભાઈ (૨૦૦૮),કડવા પાટીદાર સભાઓમા સુધારકોનો અભિગમ (ઈ.સ.૧૮૨૦ ૧૯૨૦) અમદાવાદ :પાટીદાર હિતવર્ધક ટ્રસ્ટ

પટેલ દેવેન્દ્ર (૨૦૧૪),મહાજાતિ પાટીદાર,અમદાવાદ, નવભારત સાહિત્ય મંદિર

સુતરીયા ઈશ્વરભાઈ (૨૦૧૬),પાટીદારોમાં પરિવર્તન અને પ્રશ્નો, અમદાવાદ,પાર્શ્વ પબ્લિકેશન

Downloads

Published

30-06-2024

How to Cite

પટેલ સ., & પટેલ સ. (2024). રાવબહાદુર બેચરદાસ લશ્કરી (સી.એસ.આઈ) : એક સમાજ સુધારક. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 3(1), 117–121. https://doi.org/10.47413/vidya.v3i1.344

Issue

Section

Articles