રઘુવીર ચૌધરી કૃત અમૃતા નવલકથામાં ભારતીયતા
DOI:
https://doi.org/10.47413/vidya.v3i1.323Abstract
અત્યારના સમયમાં પશ્ચિમી દેશોની સંસ્કૃતિ, રહેણીકરણી, ધર્મ, વિચાર વગેરેની ઘેલછા ભારતની પ્રજાના માનસ પર સવાર થતી જાય છે. ભારતીય સંસ્કૃતિ પોતાનો ઇતિહાસ ગુમાવતી જાય છે. આ માટે તે પ્રત્યે સજાગ કરવાની કલ્યાણકારી ભાવનાને વ્યંજિત કરવા સત્યની આવશ્યકતા છે. આંધળું અનુકરણ આપણે બંધ કરવું પડશે. વિશ્વની સંસ્કૃતિ ઉદ્દભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિ આજે પણ સદીઓથી પોતાની પરંપરા જાળવતી આવી છે.
અર્વાચીન સમયમાં ભારતની જુદી-જુદી ભાષાઓના અનેક સર્જકોએ પોતાના સાહિત્ય દ્વારા ભારતીયતા પ્રગટાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. જેમાં ગુજરાતીમાં મધ્યકાળમાં નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો અને પ્રેમાનંદ તો અર્વાચીન સમયમાં નવલરામ પંડ્યા, ધ્રુવ સાહેબ, કવિ કાન્ત, બ.ક.ઠાકોર, મેઘાણી, ઉમાશંકર જોશી, રઘુભાઈ ચૌધરી જેવા અનેક સર્જકોએ પોતાના સાહિત્યમાં ભારતીય ભાવનાને આલેખવાનો પ્રયત્ન કર્યો છે.
References
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા- (આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો) ધીરુભાઈ ઠાકર, ઈ.સ.૧૯૯૫ પૃ-૪૭
અમૃતા- રઘુવીર ચૌધરી ઈ.સ. ૧૯૯૫ પૃ-૩૧૯-૩૨૦
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2024 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.