ફાધર વાલેસની આત્મકથામાં પ્રગટ થતા બે ઉત્તમ ચરિત્રો

Authors

  • Sanjay Parmar

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.282

Abstract

આત્મકથા લખવાનું એક પ્રયોજન જાત નિરીક્ષણનો આયામ પણ છે. ગુજરાતી સાહિત્યમાં આત્મકથા સાહિત્યસ્વરૂપ તેના ઉદભવ (મારી હકીકત) થી સમયાંતરે વિકસતું રહ્યું છે. ‘સત્યના પ્રયોગો’ જેવી આત્મકથામાં આ સ્વરૂપ વધું સારી રીતે ખીલ્યું છે. ગુજરાતી ભાષા જેટલી આપણા પ્રદેશના લેખકોને આકર્ષી છે તેટલી જ બીજી ભૂમિના લેખકોને આકર્ષતી રહી છે. વિદેશી સર્જકોને પણ એ એટલી જ વ્હાલી લાગી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અન્ય ભાષાના સર્જકોએ આ ભાષાને પોતાની ભાષા જેમ આત્મસાત કરી છે. આપણા માટે એવા સર્જકોને પરપ્રાંતના સર્જકો કહેવા કે કેમ? એ પણ પ્રશ્ન છે. કારણ એટલી પોતીકી રીતે ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે. ફક્ત સર્જન નથી કર્યું તેઓ એ ભાષામાં જીવ્યા છે. કાકાસાહેબ કાલેલકર ગુજરાતી સાહિત્યમાં સવાયા ગુજરાતી તરીકે પંકાયેલા છે તે અન્ય ભાષાના સર્જક છે તેમ છતાં ગુજરાતી ભાષાને પોતીકી કરીને તેઓ આ ભાષા જીવ્યા છે આ ભાષામાં સર્જન કર્યું છે એવા એક બીજા સવાયા ગુજરાતી એટલે ફાધર વાલેસ.

References

વાલેસ ફાધર, ‘આત્મકથાના ટુકડા’, પ્રથમ આવૃત્તિ-૧૯૭૯, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ

Downloads

Published

17-12-2023

How to Cite

Parmar, S. (2023). ફાધર વાલેસની આત્મકથામાં પ્રગટ થતા બે ઉત્તમ ચરિત્રો. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 331–334. https://doi.org/10.47413/vidya.v2i2.282

Issue

Section

Articles