ગુજરાતી સાહિત્ય અને મહાભારત

Authors

  • ડૉ. રઘુભાઇ કે. પટેલ

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.253

Abstract

ગુજરાતી સાહિત્યના ઉદભવકાળથી માંડી આજ સુધીના સાહિત્ય પર મહાભારતની અસર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મહાભારતમાંથી ગુજરાતી ભાષામાં ઘણા બધા અનુવાદો-રૂપાંતરો થયેલા છે. તથા મહાભારતના પ્રસંગોને આધારે ઘણી બધી મૌલિક કૃતિઓની રચના થયેલી પણ જોઇ શકાય છે. પંદરમી સદીમાં થઇ ગયેલા કવિ ભાલણે મહાભારત આધારિત ‘નલાખ્યાન’ નામે કૃતિ રચીને ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ મૌલિક આખ્યાનની રચના કરી છે. સોળમી સદીમાં થઇ ગયેલા કવિ નાકરે સૌપ્રથમ મહાભારતના નવ પર્વોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. સત્તરમી સદીમાં થઇ ગયેલ પ્રેમાનંદના નામે ‘નલાખ્યાન’ કૃતિ પ્રાપ્ત થાય છે. તો વળી જૈન કવિ સમયસુંદરે ‘નલ-દમયંતીરાસ’ નામના કાવ્યની રચના કરેલી છે.

References

અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા – ધીરૂભાઇ ઠાકર, ગુર્જર ગ્રંથરત્ન,અમદાવાદ.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – બેચરભાઇ પટેલ, નવભારત પ્રકાશન,અમદાવાદ.

મધ્યકાલીન ગુજરાતી કવિતા – બળવંત જાની, પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – પ્રસાદ બ્રહ્મભટ્ટ,પાર્શ્વ પબ્લીકેશન,અમદાવાદ.

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ગાંધીયુગ અને અનુગાંધીયુગ – પ્રસાદ બ્રહ્મભટ્ટ, પાર્શ્વ પબ્લીકેશન,અમદાવાદ.

પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના- ગુજરાત વર્નાક્યુલર સોસાયટી,અમદાવાદ.

મહાભારતના છેલ્લા ચાર પર્વો – બેટાઇ સુંદરજી,આર.આર.શેખ પ્રકાશન,મુંબઇ.

મહાભારત – વસંત પરીખ,સંસ્કૃત સાહિત્ય અકાદમી,ગાંધીનગર.

Downloads

Published

28-09-2023

How to Cite

પટેલ ર. (2023). ગુજરાતી સાહિત્ય અને મહાભારત. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 205–208. https://doi.org/10.47413/vidya.v2i2.253

Issue

Section

Articles